મુંબઇમાં અંબાણી પરિવારના આંગણે ગણપતિ બાપ્પાના આશિર્વાદ લેવા આખું બોલિવૂડ પહોંચ્યું

Ambani-Family

અગિયાર દિવસ સુધી બાપ્પા દરેકના ઘરે બિરાજમાન થશે અને દરેકને સુખ અને સમૃદ્ધિની ભેટ આપશે. મહારાષ્ટ્રમાં આ તહેવાર એક અલગ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દેશભરમાં ગણેશ ચતુર્થી ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહી છે, ત્યારે મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી વધુ ખાસ તસવીરો આવી રહી છે. આ સાથે, સ્ટાર્સથી ભરેલા મુંબઈમાં બાપ્પાને પણ ખૂબ જ આદર સાથે આમંત્રણ આપવામાં આવ્યું છે, તે દરમિયાન બાપ્પા પણ અંબાણી પરિવારના ઘરે દેખાયા હતા, ત્યાં સ્ટાર્સનો મેળાવડો જામ્યો હતો. શાહરૂખ પણ બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.

Ganesh Chaturthi celebrations in Mumbai Highlights: Entire Ambani Family  join in to celebrate Ganesh Chaturthi with fervour

એન્ટિલામાં ગણપતિ બાપ્પાનું આગમણ થયું

અગિયાર દિવસ સુધી બાપ્પા દરેકના ઘરે બિરાજમાન થશે અને દરેકને સુખ અને સમૃદ્ધિની ભેટ આપશે. મહારાષ્ટ્રમાં આ તહેવાર એક અલગ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને મુંબઈમાં વિવિધ સ્થળોએ ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર બોલીવુડમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઘણા સ્ટાર્સ બાપ્પાને તેમના ઘરે લાવે છે. આ દરમિયાન, અંબાણી પરિવારે પણ બાપ્પાને ઘરે આમંત્રણ આપ્યું હતું.

બોલીવુડનો મેળાવડો જામ્યો

દર વર્ષની જેમ, આ વર્ષે પણ અંબાણી પરિવાર ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યો છે. દર વખતની જેમ આ વખતે પણ આ ઉત્સવમાં સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો. બોલિવૂડના ઘણા ચહેરાઓએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો. શાહરૂખ ખાન પોતાના આખા પરિવાર સાથે ગણેશ ઉત્સવનો ભાગ બનવા માટે અંબાણી પરિવારના ઘરે પહોંચ્યા હતા.

Ganesh Chaturthi 2025: Anant Ambani and Radhika Merchant brings 'Antiliacha  Raja' home for Ganeshotsav; in photos | 'એન્ટિલિયાચા રાજા'ને વાજતે-ગાજતે  લેવા પહોંચ્યા હતા અનંત અને રાધિકા, જુઓ ...

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં શાહરૂખ ખાન પોતાના પરિવાર સાથે આ ઉજવણીનો ભાગ બનતો જોવા મળી રહ્યો છે. વીડિયોની શરૂઆતમાં, શાહરૂખ સીડીઓ પરથી ઉતરતો જોઈ શકાય છે. આ પછી, તે નીતા અંબાણીને ખૂબ જ ખુશીથી મળે છે અને બંને એકબીજાને ગળે લગાવે છે. આ પછી, શાહરૂખનો પરિવાર, જ્યાં પત્ની ગૌરી ખાન, પુત્રી સુહાના અને પુત્ર અબરામ પણ બાપ્પાના આશીર્વાદ લેતા જોઈ શકાય છે. શાહરૂખ ઉપરાંત, કરણ જોહર, દીપિકા પાદુકોણ પણ ત્યાં જોઈ શકાય છે.

વીડિયો વાયરલ થયો

આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, શાહરૂખ ટીકો લગાવતા અને બાપ્પાના આશીર્વાદ લેતો જોઈ શકાય છે. ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. માત્ર અંબાણી પરિવાર જ નહીં, પરંતુ ઘણા અન્ય મોટા બોલિવૂડ સ્ટાર્સ અને ટીવી સ્ટાર્સે પણ વિઘ્નગાર્ટ ભગવાન ગણેશનું તેમના ઘરોમાં સ્વાગત કર્યું અને તેમની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરી.