આજે OTT પ્લેટફોર્મ દેશભક્તિથી છવાયેલું રહેશે
15 ઓગસ્ટ દેશવાસીઓ માટે એક ખાસ દિવસ છે, અને આ ખાસ પ્રસંગે મનોરંજન જગત પણ દેશભક્તિના રંગમાં રંગાયેલું છે. આ સ્વતંત્રતા દિવસે, બોક્સ ઓફિસ અને OTT પ્લેટફોર્મ પર ઘણી દેશભક્તિ, જાસૂસી થ્રિલર અને એક્શનથી ભરપૂર ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઈ રહી છે, જેને તમે તમારી વોચલિસ્ટમાં ઉમેરી શકો છો.
સારે જહાં સે અચ્છા
પ્રતીક ગાંધી અને સની હિન્દુજાની વેબ સિરીઝ ‘સારે જહાં સે અચ્છા‘ એક જાસૂસી–થ્રિલર છે, જે 13 ઓગસ્ટે, નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. પ્રતિક ગાંધી તેમાં ભારતીય ગુપ્તચર અધિકારી વિષ્ણુ શંકરની ભૂમિકા ભજવે છે.

તેહરાન
અભિનેતા જોન અબ્રાહમની ‘તેહરાન‘ 14 ઓગસ્ટે ZEE5 પર પ્રસારિત થશે. આ રાજકીય જાસૂસી–થ્રિલર 2012 માં દિલ્હીમાં ઇઝરાયલી દૂતાવાસ પાસે થયેલા બોમ્બ વિસ્ફોટન વાર્તા પર આધારિત છે.
અંધેરા
જો તમને હોરર ફિલ્મો જોવાનો શોખ હોય, તો તમે 15 ઓગસ્ટે એમેઝોન પ્રાઇમ વીડિયો પર હોરર થ્રિલર ‘અંધેરા’ જોઈ શકો છો.

કૂલી
સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘કૂલી’ મોટા પડદા પર રિલીઝ થઈ છે. આ એક મલ્ટી-સ્ટારર ફિલ્મ છે, જેમાં બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનનો કેમિયો પણ છે.
વોર 2
ઋત્વિક રોશન અને જુનિયર NTR સ્ટારર ‘વોર 2’ 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. તે 2019ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘વોર’ ની સિક્વલ છે.
તો આ સ્વતંત્રતા દિવસે, દેશભક્તિના રંગોમાં ડૂબી જાઓ અને આ ફિલ્મો અને વેબ સિરીઝ સાથે સ્વતંત્રતાની ઉજવણી કરો.
