જન્માષ્ટમી પર પ્લેન સલવાર-સૂટ સાથે બેસ્ટ લાગશે યલો દુપટ્ટા, જુઓ લેટેસ્ટ ડિઝાઈન
જન્માષ્ટમી નજીક આવી રહી છે, અને હિંદુ ધર્મમાં આ તહેવારનું ઘણું મહત્ત્વ છે, કારણ કે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. આ પવિત્ર દિવસે આપણે સલવાર-સૂટ કે સાડી જેવા પરંપરાગત વસ્ત્રો પહેરીને મંદિરે જઈએ છીએ . આજકાલ, પ્લેન સૂટ ખૂબ જ લોકપ્રિય બન્યા છે. દૈનિક વસ્ત્રોથી લઈને નાના-મોટા પ્રસંગોમાં પણ આપણે વિવિધ પ્રકારના સલવાર-સૂટ પહેરવાનું પસંદ કરીએ છીએ. ફેશન ટ્રેન્ડ સતત બદલાતો રહે છે, અને પ્લેન સલવાર-સૂટનું ચલણ ખૂબ વધ્યું છે. તો ચાલો જન્માષ્ટમીના દિવસે પ્લેન સલવાર-સૂટ સાથે પહેરવા માટે યલો દુપટ્ટાની નવી ડિઝાઇન્સ જોઈએ.

ફુલકારી દુપટ્ટા ડિઝાઇન (Phulkari Dupatta Design)

જો તમે તમારા દેખાવ માટે પંજાબી સ્ટાઇલ સલવાર-કમીઝ પહેરવા માંગો છો, તો હેવી વર્કવાળા પંજાબી સ્ટાઇલ ફુલકારી દુપટ્ટા પર ચોક્કસપણે નજર નાખી શકો છો. તમે તેને લગભગ તમામ પ્રકારના પ્લેનથી લઈને વર્કવાળા શોર્ટ કુર્તી કે લોંગ ફ્લોર લેન્થ સૂટ સાથે કેરી કરી શકો છો.
ગોટા-પટ્ટી બોર્ડર ડિઝાઇન દુપટ્ટા (Gota Patti Dupatta Design)

હેવી અને ફેન્સી લુકનો દુપટ્ટો શોધી રહ્યા છો, તો આ પ્રકારના લેસ વર્કવાળા દુપટ્ટા ખરીદી શકો છો. લેસ વર્કમાં તમને ગોટા-પટ્ટી ડિઝાઇનવાળી પહોળી લેસ મળી જશે. આ ઉપરાંત, જો તમે ઈચ્છો તો કિનારી લેસ વર્કવાળા દુપટ્ટાને પ્લેન સલવાર-સૂટ સાથે સ્ટાઇલ કરી શકો છો. આજકાલ હેવી લુકમાં નેટના દુપટ્ટા પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.
કઢાઈ વર્ક દુપટ્ટા ડિઝાઇન (Embroidery Work Dupatta Design)

પરંપરાગત દેખાવમાં પ્રાણ પૂરવા માટે તમને હેન્ડવર્કવાળી કઢાઈ કરેલા દુપટ્ટાની પણ બજારમાં ઘણી ફેન્સી ડિઝાઇન્સ જોવા મળશે. આમાં મોટાભાગે સિલ્ક કે કોટનના દુપટ્ટા જોવા મળશે. કઢાઈ વર્કની વાત કરીએ તો, ફૂલ-પત્તી અને કળીઓવાળા રંગબેરંગી ડિઝાઇન્સ આમાં મોટાભાગે પસંદ કરવામાં આવે છે.
જયપુરી ડિઝાઇન દુપટ્ટા (Jaipuri Design Dupatta)

જયપુરના પ્રખ્યાત બાંધણી દુપટ્ટા લગભગ તમામ પ્રકારના સલવાર-સૂટ સાથે શ્રેષ્ઠ દેખાવ આપવાનું કામ કરે છે. આમાં તમે પીળા રંગ સાથે લીલા, લાલ, જાંબલી, ગુલાબી જેવા કલર કોમ્બિનેશનની ડિઝાઇન્સ પસંદ કરી શકો છો. સૌથી વધુ પીળા રંગને લાલ રંગ સાથે પસંદ કરવામાં આવે છે . જયપુર ઉપરાંત, આ ડિઝાઇન તમને ગુજરાતમાં પણ સૌથી વધુ જોવા મળશે.
