જૂનાગઢ-કેશોદમાં આંજે બ્લેક આઉટ:રાત્રે 8:30થી 9 વાગ્યા સુધી ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલ

WhatsApp Image 2025-05-31 at 11.32.52_c1e4a900

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના મુજબ જૂનાગઢ અને કેશોદ શહેરમાં તા.31 મેના રોજ ઓપરેશન શિલ્ડ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રિલ સાંજે 5:30 વાગ્યે શરૂ થશે. મોકડ્રિલ દરમિયાન રાત્રે 8:30થી 9:00 વાગ્યા સુધી બંને શહેરોમાં સંપૂર્ણ બ્લેક આઉટ રહેશે. આ સમય દરમિયાન નાગરિકોએ તમામ લાઈટો બંધ રાખવાની રહેશે. વાહન ચાલકોએ પોતાના વાહનોની લાઈટ બંધ કરી રસ્તાની સાઈડમાં સલામત રીતે પાર્ક કરવાના રહેશે.

તા. 31.5.2025 ના રોજ ઓપરેશન શીલ્ડ અંતર્ગત જૂનાગઢ શહેરમાં રાત્રિના 08.30 કલાક થી 09.00 કલાક સુધી બ્લેકઆઉટ થનાર છે જેથી આ સમયે તમામ રહેણાંક અને બિનરહેણાંક વિસ્તારમાં તમામ પ્રકારની લાઈટ બંધ કરી સહકાર આપવા અનુરોધ છે. આ સમય દરમિયાન રોડ ઉપર ચાલતા વાહનોની તમામ લાઇટો બંધ કરી વાહન રોડની સાઈડમાં પાર્ક કરવા વિનંતી છે. આ સમયે સાયરન પણ વાગશે આ બ્લેકઆઉટ માત્ર મોકડ્રિલ છે જેથી નાગરિકોએ ગભરાવું નહીં

મોકડ્રિલમાં એર સ્ટ્રાઈકનો સિનારિયો રાખવામાં આવ્યો છે. આ દરમિયાન હોસ્પિટલ, ઈમરજન્સી સેવાઓ અને મેડિકલ સેવાઓ યથાવત ચાલુ રહેશે. તેમને આ એક્સરસાઈઝમાંથી મુક્તિ આપવામાં આવી છે.

મોકડ્રિલ દરમિયાન વહીવટી તંત્રની સજ્જતા, વોલિયન્ટિયર્સની કામગીરી, આરોગ્ય વિષયક વ્યવસ્થા, ફાયર સેફ્ટી અને ઈમરજન્સી સાયરન દ્વારા ચેતવણી જેવી બાબતોની ચકાસણી કરવામાં આવશે. આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ કટોકટીની પરિસ્થિતિમાં લોકો સ્વ-બચાવ કરી શકે અને તંત્ર સાથે સહયોગ સાધી શકે તે સુનિશ્ચિત કરવાનો છે.