આજથી લાગુ થશે RBI ની નવી ચેક સિસ્ટમ, ફટાકથી ક્લિયરન્સમાં જશે ચેક
આ નવા નિયમ હેઠળ, તમારે હવે ચેક ક્લિયર થવા માટે બે દિવસ રાહ જોવાની જરૂર નથી. તેના બદલે, ચેક થોડા કલાકોમાં ક્લિયર થઈ જશે, અને પૈસા તમારા ખાતામાં જમા થઈ જશે. 4 ઓક્ટોબર, 2025ના રોજ ભારતની ચેક ક્લિયરિંગ સિસ્ટમ અમલમાં આવશે, જે તેને નોંધપાત્ર રીતે ઝડપી બનાવશે. તે બેચ-આધારિત પ્રક્રિયાથી બદલીને, ચેક જમા થયા પછી તરત જ ક્લિયરિંગ અને સેટલમેન્ટ થઈ જશે. આ ફેરફારનો અર્થ એ છે કે ચેકની રકમ હવે 1-2 કાર્યકારી દિવસને બદલે થોડા કલાકોમાં તમારા બેંક ખાતામાં આવી જશે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ 3 ઓક્ટોબરનાં રોજ એક ટ્રાયલ રન આયોજિત કર્યું હતું, જેમાં તેઓ તે સુનિશ્ચિત કરવા માગે છે કે બેંક સત્તાવાર રીતે લોન્ચિંગ માટે તૈયાર છે કે નહીં.

ચેક ક્લિયરિંગમાં કેમ ફેરફાર કરવામાં આવી રહ્યા છે?
નવી સિસ્ટમ હેઠળ, ચેક હવે ફિક્સ્ડ બેચમાં પ્રોસેસ કરવામાં આવશે નહીં. બેંકો સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી પ્રેઝન્ટેશન સત્રો દરમિયાન સતત ચેક સ્કેન કરશે અને મોકલશે. દરેક ચેક હવે લગભગ રીઅલ-ટાઇમમાં ક્લિયર થશે, જેનાથી ક્લિયરિંગ સમય વર્તમાન T+1 દિવસથી ઘટાડીને ફક્ત થોડા કલાકો થઈ જશે.
RBIએ બેંકોને સત્ર દરમિયાન ચેકને પોઝિટિવ (માન્ય) અથવા નેગેટિવ (અમાન્ય) તરીકે પુષ્ટિ કરવા સૂચના પણ આપી છે. જો જે બેંક પર ચેક ઈશ્યૂ કરાયો છે અને જો તેઓ કોઈ જવાબ ન આપે તો ચેક સ્વીકારાયો છે તેવું માની લેવામાં આવશે, તો ચેકને મંજૂરી મળી જશે અને સેટલમેન્ટમાં સામેલ કરવામાં આવશે.
નવી ચેક ક્લિયરિંગ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરશે?
સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી જમા કરાયેલા ચેક તાત્કાલિક સ્કેન કરીને ક્લિયરિંગહાઉસમાં મોકલવામાં આવશે. બેન્કો સવારે 11:૦૦ વાગ્યાથી દર કલાકે ચુકવણી સેટલ કરશે. પ્રથમ તબક્કામાં (4 ઓક્ટોબર, 2025 – 2 જાન્યુઆરી, 206) બેંકોએ સાંજે 7 વાગ્યા સુધીમાં ચેક કન્ફર્મ કરવા પડશે; અન્યથા, ચેક આપમેળે ક્લિયર થઈ જશે.
બીજા તબક્કામાં (3 જાન્યુઆરી, 2026થી) બેંકો પાસે દરેક ચેક કન્ફર્મ કરવા માટે માત્ર 3 કલાક હશે. ઉદાહરણ તરીકે, સવારે 10 થી સવારે 11 વાગ્યા સુધી પ્રાપ્ત થયેલા ચેકને બપોરે 2 વાગ્યા સુધીમાં કન્ફર્મ કરવાની જરૂર પડશે. સેટલમેન્ટ પૂર્ણ થયા પછી, બેંકો ગ્રાહકોને 1 કલાકની અંદર પૈસા રિલીઝ કરશે, જે સામાન્ય સુરક્ષા પગલાંને આધીન રહેશે.

આ વર્તમાન સિસ્ટમ કરતાં કેવી રીતે સારું છે?
- હાલમાં, ચેક ક્લિયર થવામાં 1-2 કાર્યકારી દિવસો લાગે છે. સતત ક્લિયરિંગ સાથે:
- ફંડ થોડા કલાકોમાં ખાતાઓ સુધી પહોંચી શકે છે.
- દેશભરમાં ક્લિયરિંગ ગતિ સુસંગત રહેશે.
- ચેક સ્ટેટસ ટ્રેકિંગ સરળ અને વધુ પારદર્શક બનશે.
- આ બેંકો માટે સેટલમેન્ટ જોખમ પણ ઘટાડશે અને એકંદર કાર્યક્ષમતામાં વધારો કરશે.
ગ્રાહકો માટે આનો અર્થ શું છે?
- પૈસા ઝડપથી મળશે.
- બિઝનેસ માટે ઝડપી ચુકવણી.
- સમગ્ર ભારતમાં એક સરખી ક્લિયરિંગ સ્પીડ.
- ચેકના સ્ટેટસનું આસાનીથી ટ્રેક થઈ શકશે.
- ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ફેરફાર દરમિયાન મુશ્કેલીમુક્ત પ્રક્રિયા માટે તેમની બેંક સાથે અપડેટ રહે.

શું આ બધી બેંકોને લાગુ પડશે?
હા. નવા નિયમો RBIના ત્રણ ક્લિયરિંગ ગ્રીડ – દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ – એટલે કે સમગ્ર દેશ હેઠળની બધી બેંકોને આવરી લે છે.
શું પહેલા ચેક ક્લિયરિંગ આટલું ઝડપી થતું હતું?
- ભારતમાં ચેક ક્લિયરિંગ ઘણા દાયકાઓમાં ધીમે ધીમે આધુનિક બન્યું છે:
- 1980 પહેલા: મેન્યુઅલ પ્રોસેસિંગમાં એક અઠવાડિયાનો સમય લાગતો હતો.
- 1980: MICR સોર્ટિંગમાં સ્થાનિક ક્લિયરિંગ 1-3 દિવસમાં થઈ શક્યું.
- 2008: ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS)એ ૧ દિવસમાં થઈ શક્યું.
- 2021: દેશભરમાં એકસમાન T+1 ક્લિયરિંગ લાગુ કરવામાં આવ્યું.
- 2025: સતત ક્લિયરિંગથી પ્રક્રિયા થોડા કલાકોમાં થઈ જશે
